SA160

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
યહોવાહ મારો ઘેટાંપાળ, અછત ન કંઈ થનાર;

તે બીડોમાં ચરાવશે, હરિયાળ ને મઝાદાર.

પવિત્રાઇના માર્ગોમાં એ, આરોગ્ય શરીરે;

મને નકકી તે લઇ જશે, તેના નામને લીઘે.

જો મોતની ખીણ માં થઇ જાઉં, તો પણ હં ન ડરનાર;

તું આગેવાન મારો થનાર, નીડર થઇ હું ચાલનાર.

તારી જોરાવર છડીથી, દિલાસો પામું છું;

ને દુશ્મન સામે મેજ ઉપર, ભાણું આરોગું હું.

શીર મારું તેલથી ઊભરાય ને વાટકો છલકાય;

ને તારા ઘરમાં સદાકાળ, મજ વાસો નિશ્ને થાય.