SA143

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - ખ્રિસ્ત છે મારો હાલોલૂયા? ખ્રિસ્ત છે વહાલો મને બહું,

ખ્રિસ્ત છે મારો વહાલા ત્રાતા, હું પણ તેનો વહાલો છું.

સ્વર્ગમાં જનાર હું છું સિપાઇ, સ્વર્ગી દેશ છે મારું ઘર;

આવો, સાંભળો મારી સાક્ષી, નવું મન આપ્યું ઇશ્વર.

હું કેમ કરી આ યુદ્ધમાં આવ્યો, એ હું હાલમાં તમને કહું;

ખ્રિસ્તીનો પ્રેમ મજ પર રેડાયો, તેથી નમી ગયો હું.

જયારે મેં યુદ્ધ કરવા માંડ્યું, લોકે કહ્યું “ ટકશે નહિ”.

ભૂલ મોટી તેઓએ ખાધી, આજ સુધી છું ફોજની મહીં.

ઘણા લોક અચરજ પામે છે, ફેરફાર જોઇ મારામાં;

આ તો બધું દેવનું કામ છે, સ્તુતિ કરું છુંહમણાં.

મોત નદી પર જયારે આવું, યોદ્ધા જેવો હું ગાઇશ;

“મુકિત મને દે છે ઇસુ”. ગાતાં ગાતાં સ્વર્ગે જઇશ.