SA135

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - પ્રેમ ઇસુનો છે અવિનાશી, જઇ વળગું હું તેને નિરાશી.
આ ભુતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમતણો કો નિવાસી. પ્રેમ.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ
પાપથી મરતાં જેણે બચાવ્યા, અખંડરહ્યો તેનો પ્રેમ વિકાસી. પ્રેમ
અવર ન કો દેખું દુનિયામાં, તુજ વિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ
ધન ધન પ્રિય ઇસુ તુજને, દાસ ઘઇ હું ગાઉં ઉલ્લાસો. પ્રેમ