SA109
Jump to navigation
Jump to search
૧ | દશ કુમારિકાઓ નીકળી. ગઇ વરને મળવા બા’ર મળવા ચાલી સુંદર વર રાજાને. |
૨ | સહુ મશાલો લઇને નીકળી. થઇ વરને આવતાં વારઃ મળવા ચાલી સુંદર વર રાજાને. |
૩ | સહુ ઊંધી ગઇ ઝોકાં ખાઇ. મધરાતે પડયો પોકારઃ મળવા ચાલી સુંદર વર રાજાને. |
૪ | હતી પાંચ ડાહી મહીં સુંદરી. તેઓ થઇ ગઇ તૈયાર; મળવા ચાલી સુંદર વર રાજાને. |
૫ | હતી પાંચ તેમાંથી મૂરખી, નતુ તેલ પાસે્ર લગારઃ મળવા ચાલી સુંદર વર રાજાને. |
૬ | તેમની મશાસો હોલવાઇ જાય છે. મંડી લવમાસવા તે વાર; મળવા ચાલી સુંદર વર રાજાને. |
૭ | ગઇ ચૌટામાં દીવેલ ખોળવા. વીત્યો વખત રહી ગઇ બારઃ મળવા ચાલી સુંદર વર રાજાને. |
૮ | આવી પાછી. જુઓ. સહુ બાળાઓ.દીઠાં બંધ કરેલાં દ્વારઃ મળવા ચાલી સુંદર વર રાજાને. |
૯ | રૂએ. પેાકારે સવઁ સુંદરીઓ. અરે પ્રભુ, તું દ્વાર ઉધાડઃ મળવા આવી સુંદર વર રાજાને |
૧૦ | પ્રભુ કહે. સૂણો સહું સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર ? મળશો નહિ સુંદર વર રાજાને. |
૧૧ | હું તો પિછાણું નહિ. બાળા. તમને, તમે સદાય રહેશો બા’ર; મળશો નહિ સુંદર વર રાજાને. |