SA106

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સ્તંભે જડેલ જોયો શું ! ઓ અજબ પ્રેમ.

શા કાજ માર્યો જાણો શું ? ઓ અજબ પ્રેમ.
તાજ કાંટા નો જોયો શું ?
રક્ત ને વહેંતું જોયું શું ?
તારણ તેથી જાણો શું ? ઓ અજબ પ્રેમ.

પાપની માફી મેળવી શું ? ઓ અજબ પ્રેમ.

સ્વર્ગી આનંદ મળ્યો શું ? ઓ અજબ પ્રેમ.
ખ્રિસ્ત પ્રેમે બીક કાઢી શું ?
તેને આંસુ લૂછ્યા શું ?
નર્ક નાશે તેનાથી દૂર ? ઓ અજબ પ્રેમ.

હૃદય હર્ષે ભરપૂર શું ? ઓ અજબ પ્રેમ.

પ્રીત મેળવી ઇસુની શું ? ઓ અજબ પ્રેમ.
આ મુક્તિ નહિ મોટી શું ?
દરેકને માટ નહિ શું ?
ફેલાયેલ દૂર દેશે સહું ? ઓ અજબ પ્રેમ.

ચારે દિશ પ્રગટી છે બહુ, ઓ અજબ પ્રેમ.

બાકી રહેલને હુ કહુ, ઓ અજબ પ્રેમ.
શ્રાપને પડતી ચોમેર બહુ.
ઇસુ મયો છે કાજ સહુ,
સૌને અમ જણાવીશુઓ...ઓ અજબ પ્રેમ.