SA495

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આશીર્વાદ દે,પ્રભુ ઈસુ,વર કન્યાને આ પળે,

યુદ્વમાં તેમને રાખ વિશ્ચાસુ,હિમંત આપજે તુજ બળે,
જીતવા બળવાન,તે સન્માર્ગથી નહિ વળે.

કન્યાને દે આશિષ મોટી અને પુષ્કળ આપ કૃપા,

વૃદ્વિ બળ ને તંદુરસ્તી,જયવાન કરજે આ યુદ્વમાં,
કલ્યાણ કરજે,જગને પમાડવા શુદ્વતા.

વરને દે આશીર્વાદ તારો,વહુ પ્રત્યે વિશ્ચાસુ રાખ,

વધે બંનેનો સુધારો તેમનો પ્રેમ કરજે અથાક,
લોકને તારવા,તુજ ગમ લાવે લાખો લાખ.

આશીર્વાદ દે આ લગ્ર પર, તું અમારો થા મહેમાન,

અમે ચાલી તારી પાછળ, ભેગાં થઈને સ્વર્ગમાં,
પામી આનંદ, અપાર, અનંત સનાતન.

Lord we ask Thy richest blessing
Old Eng. S.B.960
Praise, my soul, 646, D.
8.7.8.7.8.7. Troch