SA463

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : લઈ માનવ અવતાર, આવ્યો અવનિ મોઝાર

ઇસુ દેવના બાળ, જગ તારનાર.

પાપી માનવનાં પાપોને હરવા,આ દુનિયાનું તારણ કરવા,

દુઃખ વેઠયું અપાર, આવી અવનિ મોઝાર. -ઇસુ.

પાપીને તારવાને હાથે પકડાયો,પોંતિયસ પિલાતની કોરટમાં આવ્યો,

ન્યાય થાએ આ વાર, ઊભો સભા મોઝાર. -ઇસુ

કાંટાનો મુગટ માથે મૂકીને, હાંસી કરેછે મુખ પર થૂંકીને,

માર્યો કોરડાનો માર, વહે રૂધિરની ધાર. -ઇસુ

વધસ્તભંનો બોજો લઇને, ચાલ્યો ગલગથા દુઃખ સહીને,

ઠોકર ખાધી તે વાર,પડયો ધરણી મોઝાર. –ઇસુ

સ્તંભ ઊંચકીને ગયો તું થાકી, સિમોને તુજને મદદ આપી,

થયો નિર્ગત આ વાર,જાતાં કાલવરી પહાડ. -ઇસુ.

મજ પાપીના તારણ કાજે સ્તંભે જડાયો ઇસુ તું આજે,

કરી મારો ઉદ્ધાર, ગયો સ્વર્ગે મોઝાર. -ઇસુ