SA480
Jump to navigation
Jump to search
| ફોજનાં સિપાઇઓ સૌ જાગજો રે,ખ્રિસ્તી જીવન ઝળકાવજો. ફોજનાં યોદ્ધાઓ જાગજો રે ખ્રિસ્તી આદર્શો દીપાવજો. | |
| ૧ | ધર્મ સંશોધનની હાંક વાગે. સાચા શહીદો સત્વરે જાગે. |
| ૨ | સત્યે તમારી કમરો બાંધી. ટાળો જગતની જૂઠી આંધી |
| ૩ | ટોપ તારણનો મસ્તકે ધારી. યુદ્ધ સંગ્રામમાં શત્રુ હરાવી. |
| ૪ | આત્મા ઉદ્ધારનો દીપક પ્રગટાવો. વ્હાણ વંટોળ મોજાથી ઉગારો; |
| ૫ | દૈવી સૂત્રોનાં બ્યુગલો વગાડો. જગતિક ક્રિયાં ને વ્હેમોં ભગાડો. |
| ૬ | યુદ્ધને મોખરે ખ્રિસ્ત ધરીને. રચનાત્મક ખરો વ્યૂહ રચીને. |