SA472
| ઊઠયા ઈસુ ઘોરથી, જય પોકારો જોરથી, ખુશનુમા પ્રભાતમાં ,ઉરે આનંદ માય ના, | |
| ૧ | દૂર ચાલી પાપ રાત, આજ ઊગી છે પ્રભાત, એ પ્રભાત જીવનમાં, ઉમંગે ઉજવાય હા, |
| ૨ | સંભળાએ હર્ષનાદ, જાય સઘળો વિખવાદ, માનવને દૂતો પણ ગાય, જય જય હાલેલૂયા! |
| ૩ | આપણો આકાશી બાપ, પ્રેમ જેમાં છે અમાપ, પાપી જગના તારણ કાજ,સ્તંભ પર જડાય હા, |
| ૪ | આવજો રે પાપીઓ, લાવજો સૌ સાથીઓ , તારણની વેળા છે હાલ, અવસર વીતિ જાય ના, |