SA338
Jump to navigation
Jump to search
| ટેક : ઉપકારી ઓ...મા ...તા, બાળક તુજ ગુણ ગા ...તા. | |
| ૧ | જોઇ ઉદાસી બાળ, ગભરાય મા તત્કાળ, વહાલ બતાવે ઝાઝાં, બાળ ઘણાં હર્ખાતાં- - -ઉપકારી. |
| ૨ | તુજ ગુણોની ગણના કરતાં, અમ અંતર ઊભરતા, પ્રેમ ભૂલાય નહિ તારો, ઉરથી જે વ્હેનારો- - -ઉપકારી. |
| ૩ | તુજ ઉપકારની યાદી, ભૂલુ નહિ કદાપિ, સદ્ગુણ ભંદાર ભારી ગણના કરું આ વારી- - -ઉપકારી. |
| ૪ | જગમાં માતા મારી, જોડી મળે નહિ તારી, વંદુ કોટિ વારી, આશિષ છે અમારી- - - ઉપકારી. |