SA316
Jump to navigation
Jump to search
| ખાત્રી છે,જીતીશું, જો ઈશ્વરના બળથી લડીએ (૨) | |
| ૧ | શત્ર્રુને જીતનાર ફેાજ છીએ અમ, જો ઈશ્વરના બળથી લડીએ, આત્માની તરવારથી પાપી જન, લાવીશુ અમે ઈસુ પાસે. |
| ૨ | આગળથી અમે પામી છે જીત, યુદ્ધમાં શત્રુને છિન્ન ભિન્ન કરી, માટે અંત લગ લડીશું ખચીત, ચલાવીશું તરવાર આત્માની. |
| ૩ | ખ્રિસ્તના નામ થકી કરીશું યુદ્ધ, હવામા ઊડાવીને ધજા, લડીશું પાપને અન્યાય વિરુદ્ધ, કબજે કરી શેતાનની પ્રજા. |
| ૪ | દેવને ફેાજ વિષે સદા સાચા, ઈસુ નામ થકી લડીશું અમ, તળે લેાહી ને આગની ઘજા, આખું જગ લાવીશું તેની ગમ. |