SA292
| ટેક-સૂણો યુદ્ધનો પોકાર, સિપાઇઓ શૂરા થાઓ. ને લોકોને લાવવા ખ્રિસ્તની ગમ, લડાઇમાં આગળ ધાઓ. | |
| ૧ | પાપના દાસપણામાં જુઓ, લાખો બંદીવાન, તેમને તારવા આપણો દેવ છે, સર્વ શકિતમાન, |
| ૨ | અંધકારની ઘાતકી ફોજો, કરે ઘણું જોર, ઇસુ તેમને તારવા માટે, અમને આગળ દોર. |
| ૩ | કરોડો હજી જાણતા નથી, પ્રિય ઇસુ નામ, તેમને તારનાર વિષે કહેવા, ફરીએ ઠામે ઠામ. |