SA185
| ૧ | અમ સૌની આશા છે તુજ પર, અમ સૌનો વહાલો તું, તારા સ્વરૂપે મુદ્રિત કર, હદય પર હે પ્રભુ. |
| ૨ | પ્રીતે અમારાં મન ઉભરાય, કે સૌને થાએ જાણ, અમમાં તારા ગુણ દેખાય, કે મળ્યું પૂરું ત્રાણ. |
| ૩ | એકજ અમારો હેતુ થાય, માંય વિચાર વાતને કામ, પામવાને પૂરી પવિત્રાઈ, મનમાં થઇ શુદ્ધ તમામ. |
| ૪ | આ સ્વર્ગી સુખનુ દેજે દાન, તારે માટે કર તૈયાર, ને થઇ અમારો આગેવાન, પહોંચાડ ભવસાગર પાર. |