SA141
| ૧ | જો મારી હોત જીભો હજાર, તો કેવું સારુ થાત? એમ મારા ખ્રિસ્તનો પ્રેમ અપાર, સૌ ભાષામાં ગવાત. |
| ૨ | હે દયાળુ ધણી, પ્રભુ, તું કરજે સહાય મારી, કે આખા જગમાં ફેલાવું, મહા મોટી પ્રીત તારી. |
| ૩ | ઈસુના નામથી મટે બીક, ને દુખ પણ થશે દૂર, પાપી હરખાય અને પામે, શાંતિ જીવન ભરપૂર. |
| ૪ | તેથી નાશ થાય પાપની શકિત,ને છૂટે બંદીવાન, તેના લોહીથી મહા પાપી, પામે મુક્તિનુ દાન. |