| રાગ:
|
ગરબી
|
| કર્તા:
|
કા. મા. રત્નગ્રાહી
|
| ૧
|
સુણો, સુણો, ત્રાતાની આ વાત જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૨
|
ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૩
|
જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૪
|
જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૫
|
ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૬
|
જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૭
|
તમ પર રાખે આશા વહાલો દેશ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૮
|
આપો, આપો જઈને શુભ ઉપદેશ જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૯
|
રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|
| ૧૦
|
પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો;
|
તારણના ભોજનમાં સૌને નોતરો.
|