277
૨૭૭ - આશ્રયની માગણી
| ચરણાકુલ | |
| કર્તા: જે. વી. એસ. ટેલર | |
| ૧ | હું તો પાપી જ્ઞ બિચારો, તું તો મારો તારણહારો, |
| આપ કૃપા બહુ કીજે જી. હે પ્રભુ..... | |
| ટેક: | હે પ્રભુ, દર્શન દેજે જી; તુજ શરણે મને લેજે જી. |
| ૨ | તું તો થઈ સહુ જગનો રાજા, દેહ ધરી તેં પાપી કાજા; |
| દાસ કરી મને લેજે જી. હે પ્રભુ.... | |
| ૩ | હ્યાં શેતાન વડો દુ:ખદાયક, છે સહુ ભૂતળનો તે નાયક; |
| તેને બાંધી દેજે જી. હે પ્રભુ.... | |
| ૪ | હું તો વિધવિધમાં બહુ ભૂલ્યો, વાત વૃથામાં બહુ બહુ ફૂલ્યો; |
| શુદ્ધ વિવેક જ દેજે જી. હે પ્રભુ.... | |
| ૫ | પૂર્ણ પરાક્રમ તારું જાણું, પ્રેમ, દયા પણ અનહદ માનું; |
| શુદ્ધ બુદ્ધ વાર્તા દેજે જી. હે પ્રભુ.... |