275
૨૭૫ - ખ્રિસ્તની જરૂર
| ૬, ૪ સ્વરો ને ટેક | |
| "I need Thee every hour" | |
| કર્તા: એન્ની એસ. હાઁક્સ, ૧૮૭૨ | |
| અનુ. : એચ. આર. સ્કોટ | |
| ૧ | પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી; |
| શાંતિ એ છે ભરપૂર તારી વાણી. | |
| ટેક: | જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે; |
| હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને | |
| ૧ | પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે; |
| પરીક્ષણો નિર્બળ, જો તું પાસે. | |
| ૩ | પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ; |
| તુજ મૂલવાન વચનો ઠસાવ. | |
| ૪ | પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર; |
| તું મને તારો જ કર, અંત સુધી તાર. |