3

From Bhajan Sangrah
Revision as of 00:56, 15 July 2013 by Rrishujain (talk | contribs)
Jump to navigation Jump to search

3 – પ્રભુને આમંત્રણ

૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી
વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.