482
૪૮૨ - વંદન
| ટેક: | શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને, |
| પ્રભુ, કીર્તન કરીએ. | |
| ૧ | પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ. |
| ૨ | હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ. |
| ૩ | દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ. |
| ૪ | પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ. |
| ૫ | આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ. |