480
૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના
| ૧ | પાળક ઈસુ, પાળ મને જીવ, તું સંભાળક છે કરુણાળ; |
| આશિષ દે મુજ વાત સુણી જી, આ નિશ ધર તુજ નાનું બાળ. | |
| અંધારા વિકરાળ વિખે જી, રહેજે તુજ બચ્ચાની પાસ; | |
| અજવાળા લગ પાળ મને જી, પૂર્ણ જ કર રક્ષાની આશ. | |
| ૨ | સહુ અપરાધ મટાડી દે જી, આપ ક્ષમાનું શાંત સુજાણ; |
| સર્વ સગાં ને સ્નેહીને જી, દે વારે વરદાન. | |
| મરણ પછી સુખલોક વિખે જી, આપ મને તુજ પાસે ઠામ; | |
| તે વાસે આનંદ કરી જી, જોઉં શ્રેષ્ઠ મનોહર ધામ. |