471
૪૭૧ - ક્ષમાયાચના
| ટેક: | માફી આપ મને, પતિત છું, માફી આપ મને. |
| ૧ | ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજ નાથ.... |
| ૨ | આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુ:ખ દિલે દિનરાત.... |
| ૩ | અપરાધ આ મારા કેવા ભયંકર ! નિશ્વે થાશે નાશ.... |
| ૪ | કરતું વિલાપ આ દિલ અતિશે, માર્ગે માફી આજ.... |
| ૫ | ખ્રિસ્ત, દયાનો સાગર મોટો, શરણે આવું આજ..... |