449

From Bhajan Sangrah
Revision as of 01:49, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૯ - પ્રભુની કૃપામય મેજ == {| |+૪૪૯ - પ્રભુની કૃપામય મેજ |- | |દાલરી |- | |કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૯ - પ્રભુની કૃપામય મેજ

૪૪૯ - પ્રભુની કૃપામય મેજ
દાલરી
કર્તા : એમ. વી. મેકવાન
આ કાલવરી કેમ રંગાયેલી રક્તરંગે ?
થંભે મર્યો કોણ ? વીંધાયેલો અંગ અંગે ?
રે, ખ્રિસ્ત એ તો દીધો પ્રાણ આ વિશ્વ કાજે !
રંગાય આ દિલ એ પ્રેમથી મુજ આજે !
એ કાલવરીની બની મેજ કૃપામયી આ !
કૃપાસને હામથી આજ અવાય, આહા !
આવી મહા પ્રેમ સ્મરું, પ્રભો, મેજ પાસે,
લાવી હૃદે ક્ષેમ ધારું, કૃપાની જ આશે.
સંસ્કાર આ પાળતાં પ્રેમ ને રે'મ તું દે,
સૌ દોષને ટાળતાં દેવ, આશિષ તું દે.
ખાતાં સ્મરું રોટલી જીવતી તુજ, ત્રાતા,
પીતાં સ્મરું રક્ત તારું વહ્યું ત્રાણદાતા.
"આ રોટલી ખ્રિસ્તના અંગનો સંગ દે છે !
આશિષનો વાટકો રક્તમિલાપ દે છે !"
રે, ખ્રિસ્તને ખાય પીએ સદા તે જીવે છે !
જે ખાય પીએ નહિ તે સદા મૃત રે' છે !
હે સર્વ મિત્રો, તમે સ્વર્ગી આ અન્ન ખાઓ,
હે પ્રિય મિત્રો, પીઓ ને અતિ તૃપ્ત થાઓ.
પામો ક્ષમા રક્તના દિવ્ય નવા કરારે !
વામો સહુ પાપ, ત્રાતા જ દે ત્રાણ ભારે !