209
૨૦૯ - પવિત્રાત્મા વિષે
| ૧ | શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો; |
| દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે. | |
| ૨ | મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું; |
| મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |
| ૩ | હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે, શુભાજ્ઞા પળાવો; |
| સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. |