|
|
૮, ૭ સ્વરો
|
|
|
"Hover o’er me, Holy Spirit"
|
| Tune:
|
C.I. 9S
|
| કર્તા:
|
ઈ. આર. સ્ટોક્સ
|
| અનુ. :
|
યૂસફ ધનજીભાઈ
|
| ૧
|
આચ્છાદન કર, પવિત્રાત્મા, મુજ ધ્રૂજતા દિલનો શુદ્ધ કર;
|
|
|
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર.
|
| ટેક:
|
મને ભર, મને ભર, ઈસુ આવ, હાલ મને ભર;
|
|
|
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર.
|
| ૨
|
તું ભરી શકીશ, શુદ્ધાત્મા જો કે મને નહિ ખબર;
|
|
|
પણ તુજ જરૂર, અતિ જરૂર, અતિ જરૂર, આવ ઓ આવ, હાલ મને ભર.
|
| ૩
|
હું છું અબળ, પૂરો અબળ, નમું તુજ પાય, મને ધર;
|
|
|
સુખ કર, સાર્વકાળિક આત્મા, બળથી ભર, હાલ મને ભર.
|
| ૪
|
શુદ્ધ કર, તાર ને દે દિલાસો, મુજ દિલને આશિષયુકત કર;
|
|
|
ત્રાણ ને દિલાસો તું દે છે, પ્રેમથી કરે છે સભર.
|