|
|
૮, ૬ સ્વરો
|
|
|
"How sweet the name of Jesus sounds"
|
| Tune:
|
St. Peter or Ortonville. C.M.
|
| કર્તા:
|
જોન ન્યૂટન,
|
|
|
૧૭૨૫-૧૮૦૭
|
| અનુ. :
|
હરખાજી કેશવજીભાઈ
|
| ૧
|
કેવું મધુર ઈસુનું નામ લાગે વિશ્વસીને,
|
|
|
ભય હરે, ઘા રૂઝવે તમામ, ને સર્વ શોક હણે.
|
| ૨
|
દિલભંગિતો દે વિરામ, ક્લેશીને કરે શાંત,
|
|
|
ભૂક્યાને માન્નાસમ એ નામ, થાકેલો વિશ્રાંત.
|
| ૩
|
એ નામ છે મારો ગઢ આધાર, મુજ ઢાલ ને આશ્રયસ્થાન,
|
|
|
અખૂટ દ્રવ્યનો છે ભંડાર, કૃોાા પૂર, મૂલ્યવાન.
|
| ૪
|
મુજ પ્રાર્થ તેનાથી સ્વીકારય, ટળે છે પાપ વટાળ;
|
|
|
શેતાન બને છે નિરુપાળ, હું ઠરું દેવનું બાળ.
|
| ૫
|
ચે ઈસુ, મુજ રાજા, યાજક, પ્રબોધક, દોસ્ત, તારનાર,
|
|
|
જીવન, ઓરભુ, રસ્તો, પાળક, મારી સ્તુતિ સ્વીકાર.
|
| ૬
|
અતિ કમજોર મારા પ્રયાસ, મુજ વિચાર મંદ ખચીત;
|
|
|
જો થાઓ તુજ ભાન મને ખાસ, તો સ્તવું ખરી રીત.
|
| ૭
|
જ્યાં સુધી જીવું જગત માંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન;
|
|
|
ને મારું મરણ જ્યારે થાય, તાજગી પામે મુજ પ્રાણ.
|