435
૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ
| ઉપજાતિ | |
| અનુ. : | મહિજી હીરાલાલ અને ડબ્લ્યુ. જે. હાન્ના |
| ૧ | ઓ પ્રેમના દેવ ! સમક્ષ તારી, |
| પવિત્ર આ લગ્નવિધિ થનારી; | |
| તો યાચીએ સૌ નમીને સહાય, | |
| તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
| ૨ | આનંદના દિવસ હોય જ્યારે, |
| ને માર્ગ સે'લો ઉજળોય જ્યારે; | |
| ત્યારે શ્રદ્ધાએ પળતાં સદાય, | |
| તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
| ૩ | તોફાન વેળા વળી કૈંક આવે, |
| ને સર્વ વાનાં અવળાં જ લાવે; | |
| તોયે શ્રદ્ધાએ વધતાં જ જાય, | |
| તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
| ૪ | અનંત ઓ પ્રેમ ! તું સાથ રે'જે, |
| ને તેમને તારી સુઓથ દેજે; | |
| કે મૃત્યુમાંયે ન જુદાં પડાય, | |
| એવાં તુંમાં પ્રેમથી એક થાય. |