430
૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના
| ૧ | નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે; |
| કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે. | |
| ૨ | મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભાર ભકિત રહે રસ જીવનમાં; |
| તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા. | |
| ૩ | પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા; |
| કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે. |