428
૪૨૮ - નવીન વર્ષ
| કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
|
ટેક: |
નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે, |
| સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે. | |
| ૧ | જીવન વિણના બચુ જીવોને તું જિવાડી લેજે રે, |
| આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન. | |
| ૨ | ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે, |
| નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન. | |
| ૩ | તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે, |
| સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન. | |
| ૪ | સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે, |
| આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન. | |
| ૫ | આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે, |
| દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન. | |
| ૬ | ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે, |
| હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન. | |
| ૭ | ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે, |
| તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન. | |
| ૮ | સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે, |
| નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન. |