392
૩૯૨ - તમારા દીવા સળગતા રાખો
| ૧ | રાખજો દીવા સળગતા રાખજો રે, |
| વાયરે જો જો ન હોલવાઈ જાય..... (૨).... રાખજો. | |
| ૨ | રાખજો કમર કસેલી રાખજો રે, |
| કમરબંધ ન સરકી જાય.... (૨)... રાખજો. | |
| ૩ | અંતની ઘડીઓ હવે તો આવશે રે, |
| ઘરમાં ધૂસી જાએ જ્યમ ચોર.... (૨)... રાખજો. | |
| ૪ | જાણજો દુશ્મનનાં ધાડાં આવશે રે, |
| ત્યારે યુદ્ધ થશે ઘનઘોર.... (૨)... રાખજો. | |
| ૫ | દેવની વાણી જગતમાં વ્યાપશે રે, |
| ત્યારે થાશે જગતનો અંત.... (૨)... રાખજો. | |
| ૬ | અંતે ટકે તે તાતણ પામશે રે, |
| પ્રાર્થના કરજો રાખીને ખંત.... (૨)... રાખજો. |