390
૩૯૦ - પ્રાર્થના કરવી
| ૧ | કરો પ્રાર્થના, સંત સૌ, એક ચિત્તે, કરો સેવ ઈસુ તણી શુદ્ધ રીતે; |
| કરો પ્રાર્થના, થાક તેમાં ન જાણો, કરી સેવ સંદે' કદી કો ન આણો. | |
| ૨ | પ્રભુ તો સુણે પ્રાર્થના સૌ તમારી, વિવેકી વિષે તે કરે પ્રીત ભારી; |
| મળે માગતાં દેવથી દાન સારું, અમે માગીએ, દેવ, દે જ્ઞાન તારું. | |
| ૩ | તમો પાસ તો માગવા દાસ આવ્યા, અમોને તમોએ દયાથી ચાહ્યા, |
| અમોને ઈસુએ દીધો છે દિલાસો, અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો. | |
| ૪ | અમોને હવે કોણની બીક લાગે ? બધાં દુષ્ટનાં બાણતો ખ્રિસ્ત ભાંગે; |
| અમે સર્વદા ખ્રિસ્તના વહાલા થૈશું, ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લૈશું. |