354
૩૫૪ - પ્રભુ સાથે મેળાપ
| ૧ | મારા આકાશવાસી બાપ, તારી સાથે દે મેળાપ; |
| પૂરના જેવું જીવન વહે, તારાં વચન સદા રહે; | |
| દોલત, જગત, જીવન જાય, મળે પ્રેમ તો લાભ જ થાય. | |
| ૨ | મારો આત્મા રડે છે, ગુન્હા માન્ય કરે છે; |
| મારા મોટા છે દુર્ગુણ, ત્રાતા, દેજે તારું પુણ; | |
| તારું શરણ મને આપ, ધોઈ નાખજે મારાં પાપ | |
| ૩ | જૂની ઈચ્છા લોપ થઈ જાય, નવી સારી ઈચ્છા થાય; |
| હે શુદ્ધાત્મા, ઊતરી આવ, મારું દિલ નવું સૃજાવ; | |
| મને શુદ્ધ સંપૂર્ણ કર, મારે હ્રદે પ્રીતિ ભર. |