353
૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ
| ૧ | હે ઈસુ, તું મારો, હું પ્રીતિ કરું, ને પાપોના મોહ સંધા દૂર ધરું |
| ઉગાર્યો મને તેં, હે ત્રાતા કૃપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ | |
| ૨ | તુજ પ્રીતિ નિહાળી હું કરું છું પ્રીત, હું માટે મરીને થયો પ્રાયશ્વિત્ત; |
| શિરે ધર્યો શૂળનો તાજ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ. | |
| ૩ | હું જીવું કે મરું તુજ પ્રીતિ કરું, સ્તવું તને જ્યાં સુધી શ્વાસ ધરું |
| મરણસમે વળે શીત કપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ | |
| ૪ | વ્યોમે મહાનંદી ઉલ્લાસ છે જ્યાં, રહી સદા તેજસ્વી સ્વર્ગમાં ત્યાં |
| સ્વર્ગીય ગીત ગાતાં હું કહીશ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ |