328
૩૨૮ - પૂર્ણાર્પણ
| ૧ | પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન, તારાં છે; |
| તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ, દરેક પળ. | |
| ૨ | પ્રભુ, મારા હોઠ ઉઘાડ, સ્તુતિ મારાથી ગવાડ; |
| મારાં હાથકામ તું કરાવ, મારાં પગલાં તું ચલાવ. | |
| ૩ | પ્રભુ, મારાં નાણાં એ, દરેક અર્ધી તારી છે; |
| મારું જ્ઞાન તું કામમાં લે, સારી બુદ્ધિ મને દે. | |
| ૪ | તારી મરજી મારી કર, મારું દિલ એ તારું ઘર; |
| ઈસુ, તું પર હેત કરીશ, તારી આજ્ઞા હું પાળીશ. | |
| ૫ | પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન તારાં છે; |
| તારા સેવકને સંભાળ, તારે કાજે સર્વકાળ. |