318
૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી
| ટેક: | હે સતસ્વામી, સતના બેલી, સત્યની વા'રે ચઢજો રે. |
| ૧ | અસત જગતમાં અતિ ઘણું છે, સતમાં પગ મુજ ધરજો રે. હે. |
| ૨ | પળ પળ અમને અસત નડે છે, ભય તેનું તો હરજો રે. હે |
| ૩ | બોલે, ચાલે, ગુપ્ત વિચારે, મમ સંગે સંચરજો રે. હે. |
| ૪ | પારખ સતની કાંચન સરખી અગન ભઠ્ઠીમાં કરજો રે. હે. |
| ૫ | અસત તણો પરિહાર કરાવી સત્ય તણો જય કરજો રે. હે. |