307
૩૦૭ - ખ્રિસ્તનું મન
| (પ્રભુ મુજ, તારણ દે પતિતિને - એ રાગ) | |
| ટેક: | પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો, ખ્રિસ્ત તણું મન આપો; |
| પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો. | |
| ૧ | પ્રેમ ભર્યું મન કોમળ તેનું, એ જ અમોમાં સ્થાપો. પ્રભુ. |
| ૨ | દૂર કરી દો, દેવ, દયાથી મુજ મનનો અંધાપો. પ્રભુ. |
| ૩ | હું પાપી અપરાધી જનનાં માફ કરો સહુ પાપો. પ્રભુ. |
| ૪ | ખ્રિસ્ત વિનાના શુષ્ક હ્રદયમાં વિધવિધના સંતાપો. પ્રભુ. |
| ૫ | નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ. |