306
૩૦૬ - ખ્રિસ્તની આરાધના
| ૧ | અમો આવિયાં આજ સૈ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે; |
| અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | |
| ૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; | |
| સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો. | |
| ૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; | |
| પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | |
| ૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; | |
| તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. |