77
૭૭ - જગમાં આનંદ !
| ૮, ૬ સ્વરો | |
| "Joy to the world" | |
| કર્તા : | આઈઝેક વાઁટ્સ |
| ૧૬૭૪ - ૧૭૪૮ | |
| અનુ. : | વી. કે. માસ્ટર |
| ૧ | આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય; |
| તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય. | |
| ૨ | આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત; |
| જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત. | |
| ૩ | તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત; |
| તે રાજ સત ને રે'મથી; લોકો જાણે ખચીત. | |
| ૪ | પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો; |
| તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો. |