|
|
૮,૬ સ્વરો
|
|
|
(ગીતશાસ્ત્ર ૧૦૩)
|
| Tune :
|
St. Paul C.M.
|
| કર્તા:
|
જેમ્સ ગ્લાસગો
|
| ૧
|
મારા આત્મા, પ્રભુને માન: ને મારા સહુ વિચાર;
|
|
|
પ્રભુને માનો, મારા જાન ન ભૂલતો પરોપકાર.
|
| ૨
|
તે પાપની માફી લાવે છે, તાજું કરે છે તન;
|
|
|
વિનાશથી જીવ બચાવે છે, બક્ષે છે પુષ્કળ ધન.
|
| ૩
|
મુખ રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
|
|
|
જુવાની પાછી લાવીને સમારી અથાપે છે.
|
| ૪
|
ઈશ્વર કરુણારૂપ સદા, ને કોપે ઘણો ધીર;
|
|
|
ધમકી નહિ આપે સર્વદા, ને ક્રોધ ન કરે સ્થિર.
|
| ૫
|
તેણે અમારાં પાપો માટ નહિ કર્યો પ્રતિકાર;
|
|
|
જેમ આકાશ ઊંચું જગત પર, તેમ પ્રીતિ છે અપાર.
|
| ૬
|
અસ્ત ઉદયથી દૂર ઠરે છે, તેમ તે નિવારે પાપ;
|
|
|
ને પ્રભુ રહેમ કરે છે, જેવો દયાળુ બાપ.
|
| ૭
|
સેવા કરો, તેના સમાજ, પ્રભુને આપો માન;
|
|
|
એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.
|