47
૪૭ – સહાય કરનાર ઈશ્વર
| ૧ | બેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે; |
| ને આ પ્રવાસમાં તેઓને તું ક્ષેમ પમાડે છે. | |
| ૨ | કૃપાસન આગળ તારી સેવ કરીને દઈએ માન; |
| ઓ પિતૃોઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન. | |
| ૩ | જો માર્ગથી ભૂલા પડીએ, તો તું સતપથમાં સ્થાપ; |
| અમે આશાવંત રહીએ, તું પાલણ પોષણ આપ. | |
| ૪ | અમારા પર આચ્છાદન કર, કે સર્વ ભ્રમણ જાય; |
| ત્યારે, હે પિતા, તારું ઘાર અમારાથી જોવાય. | |
| ૫ | દેવ, તું બચાવ અમારા જીવ, અમારા આત્મા પાળ; |
| ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ. |