40
૪૦ - આદિતવાર
| ગરબી કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
| ટૅક : | ધન દહાકો ધન આદિત કરો, ભજીએ ઈસુ નાથ; |
| દહાડો બહુ સારો રે. | |
| ૧ | ઘંટતણા શુભ નાદ સુણીને, હરખાઈએ મન સાથ;..... દહાડો. |
| ૨ | પ્રભુમંદિરમાં દોડી જઈએ, સૌ વહાલાં સંગાથ;..... દહાડો. |
| ૩ | સંસારી ખટપટને ટાળી, સુણીએ પ્રભુની વાત;..... દહાડો. |
| ૪ | પ્રભુભજનમાં રહેવાથી તો મન થશે રળિયાત;..... દહાડો. |
| ૫ | આળસ ને વળી ઊંઘ તજીને રહીએ દેવની સાથ;..... દહાડો. |
| ૬ | દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો. |