23
૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ
| ૧ | અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ રાય, | તને હો સદા માન ને સૌ મહિમાય; |
| સ્તવે છે બધા દૂત, સંતો તને જેમ, | સ્તવીએ અમે સૌ તને માનથી એમ. | |
| ૨ | અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ ખ્રિસ્ત, | તને માન ને સૌ મહિમા થજો નિત; |
| મહા પ્રેમભાવે સ્મરી તું તણી પ્રીત, | અમે ગાઈએ તું તણી સ્તુતિનાં ગીત. | |
| ૩ | પરિશુદ્ધ આત્મા અતિ તું શક્તિમાન, | તને હો સદા સૌ મહિમા તથા માન; |
| દયાથી અમોમાં હવે ઊતરી આવ, | અને શુભ આશિષ તું આપજે હાલ. | |
| ૪ | પિતા, પુત્ર, આત્મા, પધારો સભામાંય, | તમારો અનુગ્રહ આપો પ્રભુરાય; |
| અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ દેવ ! | કરીએ તમારી અમે સ્તોત્રથી સેવ. |