211
૨૧૧ - પવિત્રાત્માને આમંત્રણ
| ૧ | જીવનદાતા, પવિત્ર આત્મા, અમમાં વસવા આવો રે; |
| પચાસમાના બળવાન આત્મા, કરુણા અમ પર લાવો રે. | |
| ૨ | પચાસમે દિન જેમ પધાર્યા, બળ તેવું તો ધરજો રે; |
| તરસ્યા થઈને અમો તલપી એ, વૃષ્ટિ ભારે કરજો રે. | |
| ૩ | સચેત કરવા વહેલા પધારો, મંદ ગતિ થઈ છે ભારી રે; |
| નબળી હાલત નાથ અમારા, થશે ન તમ વણ સારી રે. | |
| ૪ | જાગ્રત કરજો, જાગ્રત કરજો, વહેલા વહેલા અમને રે; |
| આત્મિક શણગાર પે'રાવો અમને, કરગરીએ છીએ તમને રે. | |
| ૫ | મનડાનો તો મેલ અમારો અગ્નિ થઈને બાળો રે; |
| અજવાળું અંતરમાં પાડી અંધારાને ટાળો રે. | |
| ૬ | ઈસુ તણું જે રૂપ મનોહર, તેના જેવા કરજો રે; |
| પરાક્રમી કરજો, ઓ સ્વામી, નિર્બળતાને હરજો રે. |
Phonetic English
| 1 | Jeevandaata, pavitra aatma, amama vasava aavo re; |
| Pachaasmaana balavaan aatma, karuna am par laavo re. | |
| 2 | Pachaasme din jem padhaarya, bahd tevu to dharajo re; |
| Tarasya thaeene amo talapiae, vrushti bhaare karajo re. | |
| 3 | Sachet karava vahela padhaaro, mand gati thai chhe bhaari re; |
| Nabahdi haalat naath amaara, thashe na tam van saari re. | |
| 4 | Jaagrat karajo, jaagrat karajo, vahela vahela amane re; |
| Aatmik shanagaar pe'raavo amane, karagareae chhea tamane re. | |
| 5 | Manadaano to mel amaaro agni thaeene bahdo re; |
| Ajavaahdu antarma paadi andhaaraane tahdo re. | |
| 6 | Isu tanu je roop manohar, tena jeva karajo re; |
| Paraakrami karajo, o svaami, nirbahdtaane harajo re. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | Life-giver, Holy Spirit, come to dwell in us; |
| Mighty Spirit of Pentecost, bring mercy upon us. | |
| 2 | As You came on the day of Pentecost, grant such power; |
| We, being thirsty, long for it; send abundant rain. | |
| 3 | Come early to awaken us, our pace has become very slow; |
| Our condition is weak, O our Lord, it will not be well without You. | |
| 4 | Awaken us, awaken us, quickly, quickly, us; |
| Clothe us with spiritual adornment, we earnestly plead with You. | |
| 5 | Burn away the stain of our hearts by becoming fire; |
| Bring light within and drive away the darkness. | |
| 6 | That lovely form of Jesus, make us like Him; |
| Make us mighty, O Lord, overcome our weakness. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composed By Mrs. Rakshaben Dilipbhai Taylor
Chords
Em D C D Em જીવનદાતા, પવિત્ર આત્મા, અમમાં વસવા આવો રે; પ્રભુજી Em D C D Em પચાસમાના બળવાન આત્મા, કરુણા અમ પર લાવો રે. પ્રભુજી