21
૨૧ – સહાયને માટે પ્રાર્થના
| ૧ | ખ્રિસ્ત દેવ, તું મંડળી મધે, | સદા થજે સહાય, ભાવ બહુ વધે; |
| મંડળી મળી આ સમે, ધણી, | થજે સમીપ, નાથ, દાસની ભણી. | |
| ૨ | બોધ જે થશે તુજ નામનો, | ઠરાવ દિલ માંહ્ય, થાય કામનો; |
| માન્ય રાખજે સેવ અવે બધી, | ધરી રહ્યા સુઆશ, ત્યાગ નહિ કદી. | |
| ૩ | પ્રેમભાવથી કીર્તનો કર્યાં, | કર્યાં વખાણ આજ, ઘૂંટણે નમ્યાં; |
| દુષ્ટ ના હરે બોધ તું તણો, | રહે સદા ફલિત અંતરે ઘણો. | |
| ૪ | માગીએ બધું ખ્રિસ્ત નામથી, | ક્ષમા કરો અન્યાય, દેવ, રે'મથી; |
| બાપ, પુત્ર ને આત્મા મળી, | મનાય એક દેવ, સ્તુત્ય હો વળી. |