SA432

Revision as of 23:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA432)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગગન મધ્યે દૂતો ગાય, કે', સુસમાચારો (૨)

આખા જગનું તારણ થાય,આવ્યો છે તારનારો (૨)

માગી લોકે પૂર્વમાં, જોયો તેનો તારો (૨)

ભકિત કરવા આવ્યા ત્યાં, તેમ હરખાય હજારો (૨)

આખા જગમાં શાંતિ થાય, એ સંદેશો લાવ્યો,(૨)

મને આનંદ કેમ ન થાય ? તેણે છે બચાવ્યો (૨)

જય જય ઇસુ ત્રાતાને જય જય તેના નામને (૨)

તારવા આવ્યો આપણને, ધન છે તેના કામને (૨)