SA415

Revision as of 23:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA415)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હે સૌ ભૂલાસીએા, પ્રભુનો આભાર માનો,

તેનાં અદ્‌ભૂત કામ, હર્ષાનંદે વખાણો;
તેણે તો જન્મથી આપણને પાળ્યા છે,
ને આજ દિન સુધી પણ પ્રેમે સંભાળ્યા છે.

પ્રભુ તું દાનશીળ દેવ, અમારી પાસે રે ‘જે,

ને આનંદિત હૃદય ને પૂરી શાંતિ દેજે;
ને તારી કૃપાથી અમને તું નિત નિભાવ,
ને સર્વ દુઃખોથી સદા અમને બચાવ.

પિતાને, પુત્રને અને પવિત્રાત્માને,

હા,ત્રિએક ઇશ્વરને,આકાશ,પૃથ્વી સન્માને,
તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ,
તેમ સ્તુતિ, મહિમા, માન રહેશે સર્વકાળ.