SA351
| ૧ | મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય, લીલા બીંડે તે મને, સુવાને લઇ જાય, |
| ૨ | શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ, મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત. |
| ૩ | સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાંજ ચલાવે પાય, એવું દેવ કરે સદા, નામ તણો મહિમાય, |
| ૪ | મોત તણી છાંયે થઇ. મારે ફરવું હોય, તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાય |
| ૫ | કાં’ કે તું મજ પાસ છે, દુર નથી કો’વાર, તજ સોટી ને લાકડી , દિલાસો દેનાર. |
| ૬ | મારું ભોજન સિદ્ધ પણ વૈરિ સંન્મુખ થાય, માથે ચોળે તેલ તું, મજ પ્યાલું ઉભરાય, |
| ૭ | જીવનના દિન સર્વમાં, પ્રેમ દયા મજ પાસ, ઈશ્વર મંદિરમાં સદા, હું રાખુ મજ વાસ, |