SA340
| ૧ | વંદુ તુજને આ વારી, વ્હાલી માતા ઓ મારી; અંતર પ્રેમથી છલકાય, યાદ આવતાં તારી. |
| ૨ | બાળપણમાં મજતણી, સંભાળ લીધી અતિ ઘણી; પ્રેમ તુજનો નહિ વરણાય, વ્હાલી માત ઓ મારી. |
| ૩ | દુઃખી થાએ મુજ દુઃખે, ખુશી રહે મજ સુખે; વેઠયું ઘણું તે મજ માટ, વ્હાલી માત ઓ મારી. |
| ૪ | પ્રાર્થના કરીએ અંતરે, અશિષ પ્રભુ દો તને; રાખો સુખી તને સદાય, વ્હાલી માત ઓ મારી. |
| ૫ | પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્, પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી. |