SA326
| ટેક - આગળ ! આગળ ! સૂણો સુસમાચાર, આગળ ! આગળ ! ગયો છે પાપનો ભાર, | |
| ૧ | મુકિતનો કરો પોકાર, ને ગાઓ તેનું ગાયન, એવી રીતે ગાજો, કે સૌ જગ કરે ભજન; |
| ૨ | ચિંતાતુર હરખાયે છે, સાંભળી તેનો અવાજ, અબળ બળવાન થાએ જેમાં, ખ્રિસ્ત કરે છે રાજ; |
| ૩ | મુકિત ફોજથી શું થશે ? એમ શત્રુ બોલે છે, દેવ અમારી સાથે છે, એ તેઓ ભૂલે છે; |
| ૪ | માટે ખ્રિસ્તની ફોજને કાજ, એક સડક બાંધીશું, લાખોને બચાવીને, જગને કંપાવીશું; |