SA324

From Bhajan Sangrah
Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA324)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ચાલીશ ચાલીશ, ઈસુ પાછળ ચાલીશ,

સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું,
ચાલીશ, ચાલીશ, ઈસુ પાછળ ચાલીશ,
જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું.

જ્યારે યુદ્ધ દારુણ દીસે ને વેરી કરે જોર,

ઇસુ થશે આગેવાન ને અમને આગળ દોર;
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું,
ચિંતા તજી તારી પાછળ ચાલીશું.

નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી,

માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી;
તારો નમૂનો લઇને આજ્ઞા પાળીશું,
તુજ પર પ્રેમ કરીને પાછળ ચાલીશું.

કેવળ મોંની પ્રીતિ અમે કરવાના નથી,

કામ અમારું જોઇ બીજા પુરશે શાહેદી;
દેવનું કામ કરવામાં પૂરું મન લગાડીશું.
દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.