SA300

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA300)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક- આત્મિક શણગાર સજો વીરલા રે,

એ છે હથિયારો વીરનાં.

સત્યે તમારી કમર બાંધો તો, વીરતાણું ખૂટે નીર ના રે.
બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષે એ ભાગો શરીર ના રે.
પહેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે.
ઢાલ ધરી વિશ્વાસની સામે,ઝીલે ઘા તરવાર તીર ના રે.
ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ઘવાએ શિર ના રે.
આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે.
લડો. પડો પણ લેશ ડરો નહિ, બેલી ઉભા પ્રભુ વીર ના રે.